અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા માટે ટેકઓફ કરતું એર ઈન્ડિયાનું વિમાન માત્ર બે મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થયું હોવાની ભયાનક ઘટના સામે આવી છે. દુર્ઘટનામાં અત્યારસુધીમાં 25થી વધુ મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી ઘણા દાઝી ગયેલા હાલતમાં છે.

🕒 1.38 વાગ્યે ટેકઓફ, 1.40 વાગે દુર્ઘટના
વિમાન બપોરે 1:38 કલાકે રનવે પરથી ઉડીને હવે માત્ર બે મિનિટના અંદર આઈજીબી કમ્પાઉન્ડ, ઘોડા કેમ્પ નજીક એક રહેણાંક ઇમારતમાં ટકરાઈ ગયું. દુર્ઘટનાના તરત બાદ ધૂમાડાના ગોટેગોટા 10 કિમી સુધી દેખાયા અને આસપાસના રહેવાસીઓમાં અફરા-તફરી મચી ગઈ.
🔥 ટેક્નિકલ ખામી કે અવરોધ?
પ્રાથમિક અહેવાલ મુજબ, ટેકઓફ સમયે વિમાનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા નુકસાન થયું હતું. ટેક્નિકલ ખામીના કારણે વિમાનનું નિયંત્રણ ગુમાતાં તે રહેણાંક ઇમારતમાં ઘૂસી પડ્યું હોવાની શંકા છે.

🏥 15 રેસિડેન્ટ ડૉક્ટરો ઈજાગ્રસ્ત
વિમાન તૂટી પડ્યું તે બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં 15 જેટલા રેસિડેન્ટ ડૉક્ટરો ઈજાગ્રસ્ત થયા છે. આગમાં આ ઇમારત પણ લપેટાઈ ગઈ હતી.
👨⚕️ મૃતકોમાં 8 ડૉક્ટરો હોવાની પુષ્ટિ
અહેવાલ અનુસાર વિમાનમાં કુલ 242 મુસાફરો અને 10 ક્રૂ મેમ્બર હતા. અત્યાર સુધી મળી આવેલા મૃતદેહોમાં 8 ડૉક્ટરો હોવાની માહિતી સામે આવી છે.
🌐 વિમાનમાં વિવિધ દેશોના નાગરિકો
- 169 ભારતીય નાગરિક
- 53 બ્રિટિશ નાગરિક
- 7 પોર્ટુગીઝ નાગરિક
- 1 કેનેડિયન નાગરિક
🚨 બચાવ કામગીરીમાં તાત્કાલિક દોડધામ
દુર્ઘટનાની જાણ થતા ડૉક્ટરોની ટીમો, એનડીઆરએફ અને બીએસએફની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે. નાગરિકોને આ વિસ્તારમાંથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. sivcil હોસ્પિટલ નજીક પણ ભીડ ન જમાવાની સૂચના આપી છે.
🛑 અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ માટે બંધ
દુર્ઘટના બાદ સુરક્ષાની દ્રષ્ટિએ અમદાવાદ એરપોર્ટ પર તમામ ફ્લાઈટ ઓપરેશન અનિશ્ચિત સમય સુધી બંધ રાખવામાં આવ્યા છે.
🧑💼 પીએમ મોદી, અમિત શાહ અને આરોગ્યમંત્રી એક્ટિવ
પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલય તથા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમને ફોન કરીને સ્થિતિની સમીક્ષા કરી છે અને તેઓ અમદાવાદ માટે રવાના થઈ ગયા છે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ તરત અમદાવાદ આવી પહોંચ્યા છે.
⚠️ પૂર્વ સીએમ વિજય રૂપાણી વિમાનમાં હોવાની આશંકા
અણધારી વાત એ છે કે પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફર તરીકે હાજર હોવાની આશંકા છે. સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
આ ઘટનાની વધુ વિગતો માટે જોડાયેલા રહો – www.gapshapgujarat.com પર.