અમદાવાદ: શહેરમાં આજે બપોરે બનેલી વિમાન દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું છે. એર ઈન્ડિયાની લંડન જતી ફ્લાઇટ ટેકઓફ થયા માત્ર બે મિનિટમાં BJ મેડિકલ કોલેજના બોય્ઝ હોસ્ટેલ પર ક્રેશ થઈ ગઈ હતી. દુર્ઘટનામાં અત્યારસુધીમાં 20 વિદ્યાર્થીઓના મોતની આશંકા છે અને અનેક ડૉક્ટરો તથા રહેવાસીઓ ઈજાગ્રસ્ત થયા છે.
✈️ બે મિનિટમાં વિમાન તૂટી પડ્યું
વિમાન અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ઉડાન ભર્યું હતું. માત્ર બે મિનિટ બાદ, 1:40 વાગ્યે, વિમાન BJ મેડિકલના હોસ્ટેલ બિલ્ડિંગ પર તૂટી પડ્યું. પ્રાથમિક જાણકારી અનુસાર ટેક્નિકલ ખામી અને ટેકઓફ સમયે પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા વિમાનનું સંતુલન ગુમાયું હોવાની શક્યતા છે.

🧑⚕️ પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ વિમાનમાં?
સૂત્રોના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ મુસાફર તરીકે હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે, પણ સુરક્ષા એજન્સીઓની ગતિશીલતા વધારવામાં આવી છે.
🏥 ઈજાગ્રસ્તોને યુદ્ધના ધોરણે સારવાર
દુર્ઘટના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક હસ્તક્ષેપ કરતા તમામ અધિકારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. તેમણે ઈજાગ્રસ્તો માટે તુરંત સારવાર શરૂ કરવાનો યુદ્ધના ધોરણ પર આદેશ આપ્યો છે.

📞 જાહેર થયો ઈમરજન્સી કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર
રાજ્ય સરકારે પીડિતો અને તેમના સ્વજનો માટે ઈમરજન્સી કંટ્રોલ રૂમના ફોન નંબર જાહેર કર્યા છે:
- રાજ્ય કંટ્રોલ રૂમ: 8405304, 079-2320510900
- એર ઈન્ડિયા હેલ્પલાઇન: 1800-5691-444
આ નંબર પર સંપર્ક કરી લોકો પોતાના સગાસંબંધીઓ અંગે માહિતી મેળવી શકે છે.
🛑 ગુજરાત સરકાર, વિમાન કંપની અને બચાવ એજન્સીઓ સતત કામગીરીમાં જોડાઈ ગઈ છે. વધુ અપડેટ માટે જોડાયેલા રહો – www.gapshapgujarat.com પર.