અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 આજે બપોરે ટેકઓફ થયા બાદ માત્ર 2 મિનિટમાં જ મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ વિમાનમાં કુલ 242 યાત્રીઓ સવાર હતા. દુર્ઘટનામાં 241 લોકોના મોત થયા છે અને માત્ર દીવના એક યુવકનો જીવદયા ભર્યો બચાવ થયો છે, જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
✝️ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન
આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા. તેઓ તેમની દીકરીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમના જીવનભરના લકી નંબર “1206” ને ધ્યાનમાં રાખી તેમણે ફ્લાઈટના દિવસ અને તમામ સંજોગો પસંદ કર્યા હતા. આજે પણ તેઓ વિમાનની 12 નંબરની સીટ પર બેઠા હતા. વિજય રૂપાણીના જીવનમાં અનેક વખત ‘1206’ નંબર શુભ સાબિત થયો હતો – સ્કૂટર, કાર અને અન્ય વાહનોના નંબર પણ આવા જ હતા. પરંતુ આજે આ લકી નંબર તેમણે ક્યારેય કલ્પના ન કરી હોય તેવી રીતે જીવલેણ બની ગયો.

😢 મૃતદેહોની ઓળખ પણ મુશ્કેલ
પ્લેનમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા મોટાભાગના મુસાફરોના મૃતદેહો જાણે કોળસા બની ગયા હતા. મૃતદેહની ઓળખ અઘરી બની હતી. તેથી DNA ટેસ્ટિંગ દ્વારા ઓળખ પ્રક્રિયા શરૂ કરાઈ છે. હાલમાં એક વ્યક્તિના મૃતદેહની ઓળખ થયા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
📞 ઈમરજન્સી કંટ્રોલ રૂમ
સરકાર દ્વારા ખાસ કંટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા છે:
📞 079-2320510900
📞 એર ઈન્ડિયા હેલ્પલાઇન: 1800-5691-444
credit: